શિયાળામાં અને ચોમાસામાં મુખ્યત્વે અતિલોકપ્રિય કાવો આયુર્વેદિક મિક્સ મસાલાથી ભરપૂર ઉકાળીને બનાવવામાં આવે છે. આ કાવામાં ૨૦ જેટલા આયુર્વેદિક મસાલા, જેમાં બુંદદાણા, આદુરસ, સંચળ, સૂંઠ પાઉડર, લીંબુ તેમજ વીસ જેટલા આયુર્વેદિક મસાલા વગેરેથી ઉકાળીને એને મસાલા સાથે ગરમાગરમ પીરસવામાં આવે છે. એક-એક ઘૂંટ શરીરમાં જાણે સ્ફુર્તિનો અનુભવ કરાવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પિત્તવાયુ, અપચો જેવા દર્દો માટે કાવો અક્સીર ઈલાજ છે.રાજ્યમાં શિયાળો બરાબરનો જામ્યો છે. હાડ થિજવતી ઠંડીથી લોકો ઠૂંઠવાઈ રહ્યા છે.
શિયાળામાં કોઈ જામનગરવાસી એવો નહીં હોય, જે કાવો પીતો ન હોય. સાંજ પડે ને કાવાની રેંકડીઓની આજુબાજુ કાવા સાથે ટોક-શોનો પ્રારંભ થાય. શિયાળા અને ચોમાસામાં મુખ્યત્વે અતિલોકપ્રિય કાવો આયુર્વેદિક મસાલાથી ભરપૂર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પિત્તવાયુ, અપચો જેવા હઠીલાં દર્દો માટે કાવો અક્સીર ઈલાજ ગણવામાં આવે છે. ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો, અને ગળ્યો. જીભ ઉપર પારખી શકાતા તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો. જામનગરના રણમલ તળાવ પાસે વર્ષોથી મળતો રજવાડી કાવો હવે દેશના સીમાડા વટાવી વિદેશોમાં નિકાસ થવા લાગ્યો છે, જેના મસાલાની માગ અમેરિકા, લંડન, રશિયા અને કેનેડા જેવા દેશોમાં પણ છે. કાવો શિયાળામાં શરીરને બહુ જ રક્ષણ આપે છે.
રજવાડી આયુર્વેદ કાવાનો મસાલો અમેરિકા, કેનેડા, લંડન અને રશિયા સહિતના અનેક દેશોમાં મોકલવામાં આવે છે. પ્રથમ અમે મસાલો પેકેટમાં તૈયાર કરી છીએ, ત્યાર બાદ કાવો બનાવવા માટે અમે રેડીમેડ મસાલો તૈયાર કરીને આપીએ છીએ. એક ચમચી મસાલો અને ૧૫૦ એમ.એલ પાણી નાખવાનું રહે છે. એક ચમચી મસાલો અને એક કપ પાણીને બે મિનિટ સુધી ઉકાળવું પડે છે, પછી ઉકાળેલા પાણીમાં ઉપરથી લીંબુ અને મીઠું નાખવાથી કાવો તૈયાર થઈ જાય છે. આ કાવો એક મોટા તાંબાના ઘડામાં તૈયાર કરવામાં આવે છે. અમે પહેલાં કાચના ગ્લાસમાં કાવો આપતા હતા, કોરોનાકાળ બાદ ડિસ્પ્લેઝલ ગ્લાસમાં આપીએ છીએ.
Recent Comments