જામનગરના ધુતારપુરના યુવકને મૃતદેહ મળ્યો, ખંઢેરામાં યુવકને બચાવાયો
જામનગર જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. તેમાં પણ કાલાવડ તાલુકામાં ૨૪ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકી ગયો છે. વરસાદને પગલે નદી-નાળા ધલકાયા છે. જિલ્લાની અનેક નદીઓ બે કાંઠી વહી રહી છે. બીજી તરફ પાણીમાં તણાવાને પગલે જાનહાનીના સમાચાર પણ સામે આવ્યા છે. જેમાં એક યુવક પાણીમાં તણાયા બાદ તેને મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બીજા બનાવમાં યુવકને બચાવી લેવાયો છે.
જામનગરના ધુતારપુરનો યુવક ગઈકાલે ભારે વરસાદ બાદ નદીના પૂરમાં તણાયો હતો. જે બાદમાં આજે તેનો મૃતદેહ મળી આવ્યો છે. ઊંડ ડેમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. યુવક રવિવારે નદીના પાણીમાં તણાયો હતો.
બીજા એક બનાવમાં ખંઢેરામાં એક યુવક નદીમાં તણાયો હતો. જાેકે, સદભાગ્યે યુવકને બચાવી લેવાયો હતો. ખંઢેરા ખાતે નદી બે કાંઠે વહી જતાં કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. કોઝવે પરથી પસાર થતો યુવક પાણીમાં તણાયો હતો. કોઝવે ઓવરફ્લો થયા બાદ જામનગર-કાલાવડ હાઇવે પરનો ડ્રાફિક ડાયવર્ટ કરાયો છે. જામનગરથી કાલાવડ તરફ આવતા વાહનોનો રણુજા તરફ ડાયવર્ટ કરાયા છે. ભારે વરસાદને પગલે કાલાવડનો બાલંભડી ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
Recent Comments