fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરના ધ્રોલના ગોલીટા ગામમાં ખેતીમાં વર્ષ નબળું જતા ખેડૂતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં રહેતા એક ખેડૂતનું ખેતીમાં વર્ષ નબળું જતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે. ખેડૂતને ખેતીમાં સારી ઉપજ ન થતા રિક્ષા ચલાવતા હતા પરંતુ, તેમાં પણ આર્થિક સંકડામણ અનુભવવાના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસ ચોપડે નોધાયું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં રહેવાસી અને રાજકોટની મવડી ચોક વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા નવલભાઈ બાળાએ પોતાની વાડીએ ઝાડમાં દોરી બાંધી જિંદગી ટૂંકાવી લીધી છે.

પોલીસ સમક્ષ જાહેર કરાયેલી વિગત મુજબ મૃતક નવલભાઈને આ વર્ષે ખેતીમાં નબળું વર્ષ ગયું હતું. તે રિક્ષા ડ્રાઈવીંગ કરતા હતા પરંતુ, તેનાથી આર્થિક સંકડામણ દૂર થતી ન હતી. જેથી પરિવારની ચિંતામાં પોતાની વાડીએ આંબલીના ઝાડ સાથે દોરી બાંધી આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે. આ અંગેની જાણ થતા એએસઆઇ એમ.પી. મોરી તથા સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જાે સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts