fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા જાેડિયા ખાતે તાલુકા સ્તરીય રમત-ગમતનું કરાયું આયોજન

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર, જામનગર દ્વારા સાંઇ વિદ્યાલય, જાેડિયા ખાતે તાલુકા સ્તરીય રમત-ગમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા યુવા અધિકારીના હસ્તે દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા અને જાેડિયા તાલુકા મામલતદાર વિજયભાઈ સી. ડાભી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન ઉડાન યુથ ક્લબના પ્રમુખ નરોત્તમભાઈ વઘોરા અને નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય સ્વયંસેવક રાજેશભાઈ વઘોરા દ્વારા કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન નેહરુ યુવા કેન્દ્ર, જામનગરના જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગી દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા સાંઈ વિદ્યાલયના ટ્રસ્ટી જગદીશભાઈ તેમજ શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. રમત-ગમત કાર્યક્રમમાં ૧૫૦ થી વધુ ખેલાડીઓએ કબડ્ડી, ખો-ખો,વોલીબોલ, રસા-ખેંચ તેમજ એથ્લીટેકિસ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ સ્પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓને જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો પ્રાપ્ત થશે.

Follow Me:

Related Posts