જામનગરના બેડેશ્વર ઓવરબ્રિજ નીચે પડેલાં ટાયરોના જથ્થામાં આગ લાગતાં દોડધામ, ફાયર વિભાગે કાબુ મેળવ્યો
જામનગરના બેડેશ્વર ઓવરબ્રિજની નીચે રાખેલા ટાયરના જથ્થામાં એકાએક આગ લાગી હતી અને તે આગ ઓવરબ્રિજની વચ્ચેના સ્લોપમાંથી પુલના ઉપરના ભાગમાં દેખાતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે બનાવની જાણ થતાં ફાયરની ટુકડી તેમજ વીજતંત્ર પણ ઘટનાસ્થળે દોડી ગયું હતું. દરમ્યાન ફાયરની ટુકડીએ આગને કાબુમાં લેતા તમામે દોડતું હાશકારો અનુભવ્યો હતો.
એકત્ર થયેલા ટાયરના જથ્થામાં અકસ્માતે આગ લાગી હતી, અને જાેતજાેતામાં આગની લપેટો ઓવરબ્રિજની વચ્ચેના સ્લોપમાંથી થઈને ઉ૫૨ સુધી દેખાતી હતી, જેથી ઉપરથી પસાર થનારા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ વેળાએ ત્યાંથી પસાર થઈ રહેલા એડવોકેટ હારુન પલેજા કે જેમણે તુરતજ જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડને જાણ કરી હતી, સાથો સાથ વીજતંત્રને પણ જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર અને વીજતંત્રની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તપાસ કરાયા પછી ઓવરબ્રિજની નીચે રાખેલા ટાયરના જથ્થામાં આગ લાગી હતી, જેથી સૌપ્રથમ ટાયરનાજથ્થાને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી.
વધુ જાણવા મુજબ ઓવરબ્રિજના સ્લોપની નીચે જે સ્થળે બ્રિજ શરૂ થાય છે, ત્યાંથી ઉપર તરફ લોડબેરિંગ સિસ્ટમ મુજબ વચ્ચે ગેપ રાખ્યો હતો, જે ગેપની અંદરથી ફ્લેમ ઉપર સુધી દેખાતી હતી. એવા બે ગેપમાં આગનીલબકારાઓ દેખાતા હોવાથી બ્રિજની નીચેના ઈલેક્ટ્રીક વાયરો વગેરે સળગ્યા હોવાનું અનુમાન કરાયું હતું. પરંતુ સદભાગ્ય વિજ તંત્રને કોઈ નુકસાની અથવા તો કેબલ સળગ્યા ન હતા. ફાયર બ્રિગેડે પણ સમયસર આગ કાબુમાં લઈ લીધી હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.
Recent Comments