જામનગરના સપડા ડેમમાં એક યુવક ન્હાવા પડતા ડૂબી જતા જ યુવાનનું મોત
જામનગર નજીક સપડા ડેમમાં આજે નાહવા માટે ગયેલા ત્રણ મિત્રો પૈકીના એક યુવાનનું ડેમના પાણીમાં ગરકાવ થઈ જતાં કરૃણ મૃત્યુ નીપજયું છે. જેથી યુવાનના પરિવારમાં માતમ છવાયો છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર સનમ સોસાયટીમાં રહેતો શહેજાદ સુમારભાઈ શેખ નામનો ૧૮ વર્ષનો યુવાન પોતાના જ અન્ય બે મિત્રો સાથે રવિવારે બપોરે ચારેક વાગ્યાના અરસામાં જામનગરથી સપડા ડેમ પાસે ગયો હતો,
અને ત્રણેય યુવાનો ડેમના પાણીમાં નાહવા માટે પડયા હતા. દરમિયાન શહેજાદ એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, અને ડૂબવા લાગ્યો હતો. આ વેળાએ તેના અન્ય બે મિત્રો કે જેઓ કિનારા પર હતા, અને બુમા બુમ કરી હતી, પરંતુ શહેજાદ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેથી તૂરતજ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ડેમના પાણીને ફંફોળવાનું શરૃ કર્યું હતું. દસેક મિનિટની જહેમત બાદ શહેઝાદને પાણીમાંથી બહાર કાઢીને રિક્ષામાં સારવાર અર્થે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેને મૃત્યુ પામેલો જાહેર કરાયો હતો. જેથી સમગ્ર પરિવારમાં અને મિત્ર વર્તુળમાં માતમ છવાયો છે.
Recent Comments