ગુજરાત

જામનગરના સ્કૂલ સંચાલક પાસેથી પીઆઈએ મારમારી ૧૦ લાખ પડાવ્યા

૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦નાં રોજ જામનગરના દિગ્વિજય પ્લોટમાં આવેલી સંકલ્પ સ્કૂલમાંથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મને ઉઠાવી ગઈ હતી. બાદમાં રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે લાવી લીમડાના વૃક્ષ પાસે લાવી પીઆઈ ગઢવી દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. બાદમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનાં તત્કાલિન પીએસઆઈ જાેગરાણાએ ઉપરથી દબાણ છે કે, રૂપાબેન મકવાણાનાં ૧૦ લાખ તારે આપવા જ પડશે કહી મારી પત્નીને ફોન કરાવ્યો હતો. મારી પત્ની રેખા ભદ્રા જામનગરથી ચેકબૂક લઇ આવતા પોલીસે મારી પાસેથી રૂપિયા ૧૦ લાખના ચેક લખાવી લીધા હતા. પોલીસ પીડિત ફરિયાદી હિંમતભાઇ ભદ્રા જામનગરમાં એનઆઈઓએસ ઓપન ઇન્સ્ટિટ્યુટનું કેન્દ્ર ધરાવે છે, માટે રાજકોટની રૂપા મકવાણાએ તેનો સંપર્ક કર્યો હતો. બાદમાં વિદ્યાર્થીઓનું દિલ્હી ખાતેથી એડમિશન કરાવવા હિંમતભાઇ અને તેના પત્ની રૂપા સાથે દિલ્હી ગયા હતા. અહીં વિદ્યાર્થીઓનાં ફીની પ્રોસેસ રૂપાએ તેના બેન્ક એકાઉન્ટમાંથી કરી હતી. જાેકે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા ન જતા તમામ વિદ્યાર્થીઓ નપાસ થયા હતા. વિદ્યાર્થીઓ નપાસ થતા તેના વાલીઓએ રૂપા પાસે રૂપિયા પરત આપવા માગ કરી હતી. આથી રૂપાએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં રાજકીય દબાણ લાવી રૂપિયા પડાવવા કાવતરું રચ્યું હતું. રાજકોટ પોલીસ કથિત કમિશનકાંડનો મામલો સામે આવતા રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, પોલીસે ફરિયાદનાં બદલે અરજીઓ કરવાની સિસ્ટમ શરૂ કરી તે તોડ કરવાની મોડેસ ઓપરેન્ડી છે. કાયદામાં જાેગવાઈ મુજબ પોલીસે ફરિયાદીની એફઆઈઆર જ નોંધવાની રહે છે, ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરી શકે નહીં. એટલું જ નહીં ઓને ઓન અરજી પરથી ઉઠાવી લાવી માર મારવો કે તોડ કરવો એ પણ એક પ્રકારનું અપહરણ જ કહેવાય છે.

ત્યારે રાજકોટ પોલીસની નીતિ સામે બાર એસોસિએશનં પણ ઝંપલાવ્યું છે. એક તરફ રાજકોટ શહેર પોલીસ કમિશનર અને પોલીસ અટ્ઠધિકારીઓ સામે ખુદ ભાજપના ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ દ્વારા પૂરાવા સાથે તોડ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેની તપાસ ચાલુ છે. પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સમયે તપાસ ચાલુ હોવાનું કહી ભીનું સંકેલવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ભાજપના પ્રતિનિધિએ કરેલા આક્ષેપ બાદ પ્રજામાં હિંમત આવી હોય તે રીતે એક બાદ એક પોલીસથી પીડિત લોકો પોલીસ સામેનો રોષ મીડિયા સામે ઠાલવી રહ્યા છે.રાજકોટ શહેર પોલીસ છેલ્લા કેટલાક સમયથી ફરિયાદ લેવાના બદલે માત્ર અરજીઓ લેતી હોવાની વાત હવે ઉડીને આંખે આવી રહી છે. પોલીસ કમિશનર ભલે આ વાતનો ઇન્કાર કરે પરંતુ હવે અરજદારો મીડિયા સમક્ષ આવી પોતાની આપવીતી જણાવી રહ્યા છે. રાજકોટ પોલીસ અરજીનાં કામે ખોટી રીતે ઉઠાવી જઇ માર મારવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જામનગરના સ્કૂલ સંચાલક હિંમતભાઈ ભદ્રા આજે મીડિયા સમક્ષ આવી પોતાની વ્યથા ઠાલવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મને જામનગરમાં મારી સ્કૂલેથી મને ઉઠાવ્યો હતો. બાદમાં રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ લાવી હતી. અહીં મને ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ગઢવીએ ઢોર માર માર્યો હતો અને ૧૦ લાખનો ચેક પણ પડાવ્યો હતો.

Related Posts