જામનગરના હડીયાણા ગામે કુલ રૂ.૬૫ લાખના વિવિધ વિકાસ કામોનું કૃષિમંત્રી રાઘવજી પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકામોમાં દેવીપૂજક વાસમાં રેન બસેરાનું કામ, કોઝ-વે, પેવર બ્લોકના કામ, કંપાઉન્ડ વોલના કામ, આર.ઓ.પ્લાન, ભૂગર્ભ ગટર, પાણીનો ટાંકો જેવા વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યો થવાથી ગ્રામ્ય વિસ્તારમાં વિકાસને વેગ મળશે તેમજ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહેશે. આ પ્રસંગે મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ગામડા અને ગ્રામ્ય વિસ્તારના લોકોના વિકાસ માટે સતત પ્રયાસશીલ રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિકાસ કામો થવાથી લોકોની સુવિધાઓમાં વધારો થશે. ગામમાં આર.ઓ.પ્લાન તેમજ પાણીના ટાંકા જેવા કામો થી પાણીની સમસ્યા દૂર થશે. ભૂગર્ભ ગટર, પેવર બ્લોક અને કંપાઉન્ડ વોલના કામો થવાથી ગામના લોકોને જરૂરી પ્રાથમિક સુવધાઓ મળી રહેશે. સરકાર દરેક ગામોમાં આવા વિકાસ કામો કરીને ગામડાઓને સ્વાવલંબી બનાવવા માટે તત્પર રહે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા, તાલુકા પંચાયત સદસ્ય નરોત્તમ સોનગરા, દિનેશભાઈ, જી.પી.ગઢીયા, ચિંતનભાઈ કાલાવડિયા, જાેડિયા તાલુકા પંચાયત અધ્યક્ષ વલ્લભભાઈ ગોઠી, ગામના સરપંચ, ગામના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરના હડીયાણામાં રૂ.૬૫ લાખના વિવિધ વિકાસ કામોનું કૃષિમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું

Recent Comments