ગુજરાત

જામનગરની જીજી હોસ્પિટલમાં નવી બિલ્ડીંગમાં ICU વિભાગમાં આગ લાગતા દોડધામ

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વધુ એક આગ લાગવાની ઘટના જામનગરમાં બની છે. જામનગરની જીજી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. તો નવી બિલ્ડીંગમાં ૈંઝ્રેં વિભાગમાં આગ લાગતા દોડધામ થઈ હતી.તો ૧૫ જેટલા દર્દી હોસ્પિટલમાં જ અન્ય રુમમાં ખસેડાયા છે. તો શ્વાસની બિમારીનો એક દર્દી દાઝી જતા દોડધામ થઈ હોવાનું સામે આવી રહ્યુ છે. તો ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. પરંતુ હજી પણ આગ ક્યા કારણોસર લાગી હતી. તે સામે આવ્યુ નથી.

Related Posts