અગાઉના વર્ષની જેમ, આ વર્ષે પણ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (દ્ગ્છ) દ્વારા જામનગર સ્થિત બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવી રહી છે. બાલાચડી સૈનિક સ્કૂલમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રવેશની પ્રક્રિયા ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૧ દરમિયાન રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીની વેબસાઇટના માધ્યમથી ઑનલાઇન ચાલી રહી છે. ૦૯ જાન્યુઆરી ૨૦૨૨ (રવિવાર)ના રોજ પ્રવેશ પરીક્ષા યોજવામાં આવશે. મહામારીના કારણે લગભગ એક વર્ષ કરતાં વધારે સમયના અંતરાલ સુધી વિદ્યાર્થીઓ સામાન્ય દૈનિક શાળાઓથી દૂર રહ્યાં છે પરંતુ હવે ધીમે ધીમે ફરી જનજીવન સામાન્ય થઇ રહ્યું છે. જામનગર ખાતે આવેલી બાલાચડી સૈનિક સ્કૂલ પણ નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને આવકારવા માટે તૈયાર છે.
જામનગરની સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટે ઑનલાઇન અરજીઓ મંગાવવામાં આવી

Recent Comments