જામનગરમાં અનંત અંબાણીના ૨૯મો જન્મદિવસ પાર્ટીમાં સલમાન ખાને ગીત ગાયું
બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીનો આજે ૨૯મો જન્મદિવસ છે. ફરી એક વખત બોલિવુડ સ્ટાર જામનગર પહોંચી ગયા છે. પ્રી વેડિંગ બાદ અનંત અંબાણીએ બર્થ ડે પાર્ટીનું મોટું આયોજન જામનગરમાં કર્યું છે. આ બર્થ ડે પાર્ટીના વીડિયો પણ સામે આવી રહ્યા છે. જેમાં સલમાન ખાાન અનંત અંબાણીના જન્મદિવસના એક દિવસ પહેલા બર્થ ડે ગીત ગાતો જાેવા મળી રહ્યો છે. ભાઈજાનનું આ ગીત સાંભળી ચાહકો ખુશ થયા છે. સલમાન ખાનની સાથે સિંગર બી પ્રાક પણ જાેવા મળી રહ્યો છે. બી પ્રાકની આગળ સલમાન ખાનનો અવાજ સાંભળી કેટલાક ચાહકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે.
અનંત અંબાણીના જન્મદિવસના એક દિવસ પહેલા બોલિવુડ સ્ટાર સલમાન ખાન જામનગર પહોંચી ગયા હતા. તેઓ બી પ્રાકની સાથે ફની અંદાજમાં ગીત ગાતો જાેવા મળ્યો હતો. બી પ્રાક ફિલ્મ એનિમલનું પોતાનું ગીત સારી દુનિયા જલા દેગે ગીત ગાય રહ્યો છે. તેની સાથે સલમાન ખાન પણ આ ગીત ગાય રહ્યો છે. અનંત અંબાણીના પ્રી બર્થડે સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાકને આવીડિયો પસંદ આવી રહ્યો છે તો કેટલાક આ વીડિયો પર સલમાન ખાનને ટ્રોલ કરી રહ્યા છે.ઓરીએ પણ ઈન્સ્ટાગ્રામ પર અનંત અંબાણીના પ્રી બર્થ ડે સેલિબ્રેશનના કેટલાક ફોટો પણ શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દિકરા અનંત અંબાણીનો આ જન્મદિવસ ખુબ ખાસ સેલિબ્રેટ કરશે. આ પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે જામનગરમાં ૩ દિવસ સુધી પ્રી વેડિંગ સેલિબ્રેશન કર્યું હતુ. આ સેલિબ્રેશનની ચર્ચાઓ હજુ પણ થઈ રહી છે.
Recent Comments