સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં અરવિંદ કેજરીવાલનો રોડ શો, મોટી સંખ્યામાં કાર્યકરો અને અગ્રણીઓ જાેડાયા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓની હવે ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. દરેક પક્ષના ટોચના નેતાઓ ગુજરાતના ખુણે ખુણે પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચરોતર અને દક્ષિણ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી સૌરાષ્ટ્રની બેઠકો કબ્જે કરવામાં વ્યસ્ત છે. અરવિંદ કેજરીવાલે જામનગરમાં રોડ શો કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો રોડ શો જામનગર શહેરના ખાદી ભંડાર વિસ્તારથી શરૂ થયો છે, જ્યાંથી બેડી ગેઈટ, ટાઉન હોલ, લીમડા લાઈન, લાલ બંગલા સહીત વિસ્તારમા ફરશે. જામનગરમાં અરવિંદ કેજરીવાલના રોડ શો પહેલાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અગ્રણીઓ જાેડાયા છે.

Related Posts