જામનગરમાં વોર્ડ નમ્બર 16માં શંકર ટેકરી વિસ્તારમાં અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળી આજે મહિલાઓ પુરુષોને લઈ પોલીસ વડા કચેરીએ પહોંચી રજુઆત કરી હતી. .જામનગર શહેરમાં વોર્ડ નમ્બર 16માં અસામાજિક તત્વોનો ત્રાસ અસહ્ય બન્યો છે…દિન દહાડે અસામાજિક તત્વો દારૂ, ચરસ સહિતના કેફી દ્રવ્યો વેચી રહયા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે…આટલું ઓછું હોય તેમ છાકતા બનેલા અસામાજિક તત્વો શેરી મહોલ્લાની યુવતીઓ-મહિલાઓની છેડતી કરતા હોવાની ખુદ મહિલાઓએ ફરિયાદ કરી છે…અસામાજિક તત્વોના ત્રાસના કારણે લોકો હિજરત કરવા મજબુર બન્યા છે…આવા આક્ષેપ સાથે આજે સ્થાનિક નગરસેવકને સાથે રાખી આ વિસ્તારની મહિલાઓ રણચંડી બની….હાથમાં બેનરો સાથે શહેર પોલીસ અધિક્ષક કચેરીએ પહોંચી…જ્યાં ડીવાયએસપીને આવેદન આપી..અસામાજિક તત્વોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માંગણી કરી હતી
જામનગરમાં અસામાજિક તત્વો મહિલાઓની ખુલ્લેઆમ કરે છે છેડતી

Recent Comments