fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં આરોપીનો પિત્તો જતા પોલીસ સ્ટેશનમાં બેફામ વાણી વિલાસ કરતાં ખળભળાટ

જામનગર શહેરના પોલીસ હેડ કવાર્ટરમાં આવેલા સિટી-સી ડિવિઝન પોલીસ મથકમાં એક આરોપીને પોલીસ લઈ આવી હતી ત્યારબાદ તેને થોડો માર માર્યા બાદ મગજનો પિત્તો જતા આરોપીએ પોલીસને બેફામ ગાળો બોલતો વીડિયો ખૂબ વાયરલ થયો છે. આરોપી મનફાવે તેમ પોલીસને ગાળો બોલતો વીડિયો વાયરલ થતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે.

વાત એમ છે કે જામનગર શહેરમાં દારૂ અને વર્લી પર પોલીસનો અંકુશ નહીવત જેવો છે. સરાજાહેર બંને દૂષણો ચાલી રહ્યા છે. ત્યારે શહેરના પોલીસ હેડ કવાર્ટરમાં આવેલા સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે પોલીસ આરોપીને લઈ આવી હતી. જેને માર મારતા ભડકયો હતો. પોલીસ મથકમાં જ પોલીસને બબ્બે કટકાંમાં ગાળો ભાંડી રહ્યો હતો. ત્યાં હાજર પોલીસ ક્યાં-ક્યાંથી પૈસા લે છે અને કેવા ધંધા ચાલે છે તેનું વિવરણ કરી પોલીસને બેફામ ગાળો ભાંડી બઘડાટી બોલાવતો વીડિયો વાયરલ થયો છે.

યુવકે પોલીસ સ્ટેશનમાં આવીને અભદ્ર ભાષામાં વાણીવિલાસ કર્યો હતો. આરોપીએ એસ.પી. તથા કલેકટર પર આક્ષેપો કરતા પોલીસ સ્ટેશનમાં એમ પણ કહ્યું હતુ કે, બે દિવસ પહેલા સિટી પોલીસ સ્ટેશન વાળા આવીને રેડ નાખી ગયા હતા. ત્યારબાદ હું સામે બોલ્યો ત્યારે ચાલ્યા ગયા હતા. દારૂના આટલા બધા ધંધા ચાલે છે તો પણ તમે તોડ કરો છો.

Follow Me:

Related Posts