જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં કાપડ મીલની ચાલી પાસે આવેલી શ્રીજી ઓઇલ મીલીની બાજુમાં આવેલા લાકડાના ગોડાઉનમાં અકસ્માતે આગ લાગી હતી. ગોડાઉનમાં લાકડાનો જથ્થો હોવાથી પલવારમાં આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા દૂર-દૂરથી આગની જવાળાઓ જાેવા મળી હતી. બનાવની જાણ જતાં ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. બે ગાડી એટલે કે ૧૨૦૦૦ લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ બુઝાઇ હતી. આગના કારણે લાકડાનો જથ્થો બળી ગયો હતો. લાગેલી આગ બુઝાઇ હતી.
જામનગરમાં એક ગોડાઉનમાં લાગેલી આગથી અફડાતફડી મચી

Recent Comments