સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં તળાવની પાળ પાસે એક ગાડી અચાનકજ સળગી ઊઠી, કોઈ જાનહાનિ થઇ ન હતી

જામનગર શહેરમાં વિશ્વવિખ્યાત તળાવની પાળ મેઇન રોડ પર આવેલી હેવમોર આઈસ્ક્રીમની પાછળ ડોક્ટર મશરૂના દવાખાના વાળી ગલીમાં એક સીએનજી ગાડી માં આગ લાગવાનો બનાવ બન્યો હતો, મળતી માહિતી મુજબ, કારની અંદર સીએનજી લીક થવાના કારણે સળગી હોય તેવું અનુમાનની શક્યતા સેવાઇ રહી છે. જ્યારે કાર સળગતાની સાથે જ આજુબાજુના રહેણાક વિસ્તારના લોકો એકઠાં થયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ ૧૦ થી ૧૫ મિનિટમાં પહોંચી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

જ્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સીએનજી કાર પાર્ક કરેલી હતી. તે દરમિયાન એકાએક સળગી ઊઠી હતી. જેથી આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના ટોળાં એકઠાં થયા હતા અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જ્યારે કોઈ કારની અંદર હતું નહીં અને સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ પહોંચી નથી. તે દરમિયાન તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી જતા કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. મારુતિની સીએનજી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે સળગતી કારના ધુમાડાના ગોટેગોટા જાેવા મળ્યા હતા અને દૂર દૂરથી ધુમાડાના ગોટા દેખાઈ રહ્યા હતા.

Related Posts