fbpx
ગુજરાત

જામનગરમાં તસ્કરોએ કારખાનામાં ૩ લાખના માલમત્તાની ચોરી કરી, CCTV કેમેરા પણ લઇ ગયા

જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં ધુળેટીની રાત્રીના તસ્કરો ત્રાટક્યાં હતા. બે કારખાનાઓને નિશાન બનાવી અંદરથી પિત્તળનો માલ સામાન, ઇલેક્ટ્રીકની સામગ્રી વગેરે સહિત રૂપિયા ત્રણેક લાખની માલમતાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. આ ઉપરાંત સીસીટીવી અને ડીવીઆર વગેરે પણ ઉતારી લઈ ગયાનું પોલીસમાં જાહેર કરાયું છે.

આ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં ધુળેટીની રાત્રે તમામ કારખાનાઓ બંધ હોવાથી તે તકનો લાભ લઇ તસ્કર ટોળકી ત્રાટકી હતી, અને બે કારખાનાઓને નિશાન બનાવી લીધા હતા. તસ્કર ટોળકીએ સૌપ્રથમ કારખાનાઓમાં કેમેરા તથા ડી.વી.આર. ની ચોરી કરી લીધી હતી. કારખાનામાં તસ્કરોએ રૂપિયા ૪૭ હજારનો ૧૦૦ કિલો પિત્તળનો ઠોલ, ઉપરાંત પિત્તળના વાયર તથા અન્ય સામાન વગેરે મળી રૂપિયા ૨,૪૬,૫૦૦ની માલમત્તાની ચોરી કરી લઈ ગયા હતા.

તો બીજી તરફ બીજા કારખાના તથા તેના ટ્રાન્સપોર્ટના ગોડાઉનને પણ તસ્કરોએ નિશાન બનાવી લીધું. તેમાંથી પાણીની ઇલેક્ટ્રિક મોટર, પીતળના માલ સામાનના જુદા જુદા ૩૪ કાર્ટુન, ઉપરાંત ઉપરાંત સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને કેમેરા વગેરે સહિત રૂપિયા ૬૧,૩૨૦ ની માલમતાની ચોરી કરી લઈ ગયા. જે ચોરીના બનાવ અંગેની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસમાં નોંધાવતાં પોલીસ કાફ્લો દોડતો થયો હતો, અને તસ્કરોને શોધવા માટે અન્ય કારખાનાઓના સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts