fbpx
ગુજરાત

જામનગરમાં દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ૨૫૧ બાળકોને દત્તક લીધા, પોતાના મતવિસ્તારમાં બ્લડકેમ્પનું આયોજન કર્યું

જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોતાના જન્મ દિવસના અવસરે શુભ કામ હાથ ધર્યું છે. તેમણે કુપોષણથી સુપોષણ તરફ એક પગલું આગળ વધારતા પોતાના મત વિસ્તારની તમામ આંગણવાડીના ૨૫૧ કુપોષિત બાળકોને દત્તક લીધાં છે. ઉપરાંત તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજ્યો હતો. જી.જી.હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે આ બાળકોને ચકાસી તેમની સારવાર શરૂ કરી જરૂરી દવા શરૂ કરાવી છે, જે તમામ બાળકોનો ખર્ચ ધારાસભ્યએ ઉપાડ્યો હતો. તેમજ ૨૫૧ બાળકોને ડોકટરની સૂચના મુજબ પોપણયુક્ત બનાવવા માટેના ખોરાકની ચિંતા પણ દિવ્યેશ અકબરીએ કરી છે. ધારાસભ્ય બન્યાના પ્રથમ મહિનો પૂર્ણ નથી થયોને સેવાનો પ્રકલ્પ તેમણે પોતાના શીરે લઈ ૨૫૧ કુપોષિત બાળકોને ૧ વર્ષ માટે દત્તક લેવાનું જાહેર કર્યું છે. આજે કુપોષણ બાળકોને જરૂરિયાત મુજબ દવાઓ અને ખોરાકની કિટ આપવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા યજ્ઞમાં નાની આહુતિ આપવાના નિર્ધાર સાથે ધારાસભ્ય દિવ્યેશ અક્બરીએ આજ રોજ પોતાના જન્મ દિવસે પોતાના રહેણાંક વિસ્તારના સંગઠનના કાર્યકરો, વેપારીઓ અને વોર્ડ નં. ૮ના આગેવાનો તેમજ રણજીતનગર વેપારી મંડળના સહયોગથી “રક્તદાન” કેમ્પનું આયોજન કર્યું. લેઉઆ પટેલ સમાજ રણજીતનગર ખાતે ઉત્તરાયણના રોજ સવારે આયોજિત રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓને ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ રક્તદાન કર્યું. જ્યારે ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ જન્મદિવસ નિમિત્તે કુપોષણ બાળકોને ખોરાક દવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું અને એક વર્ષ માટે ૨૫૧ જેટલા કુપોષણ બાળકોને શું પોષણ તરફ એક પગલું ભરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, હકુભા જાડેજા સહિત જામનગરના મેયર મીનાબેન કોઠારી તેમજ પદ અધિકારીઓ અને મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts