જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં પાણખાણ શેરી.નં.૫માં રહેતા નિલેષભાઇ મંગાભાઇ લીંબડ (ઉ.વ.૨૫) નામના યુવાને મંગળવારે બપોરે સાડા ત્રણેક વાગ્યે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મૃતકના ભાઇ ડોલરે સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં જાણ કરી હતી. જેમાં થોડા સમયથી આ યુવાન કામ કરતો ન હોવાનું અને દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું નિવેદન નોંધાવ્યું હતું. જેના કારણે ઘરમાં ઝઘડા થતા હોવાથી નિલેષ અંતિમ પગલું ભર્યુ હોવાનું જાહેર કર્યુ હતુંજામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં કંઈ કામ ધંધો ન કરતા અને ઝઘડાખોર સ્વભાવ ધરાવતા તેમજ દારૂ પીવાની ટેવ ધરાવતા યુવાને ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
જામનગરમાં દારૂની ટેવ ધરાવતા યુવાનનો આપઘાત

Recent Comments