fbpx
ગુજરાત

જામનગરમાં નાથુરામ ગોડસે પ્રતિમા પર વિવાદનો વંટોળ

જામનગરમાં શહેરમાં દ્વારકાધીશ મંદિર ખાતે હિન્દુ સેનાના સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયુર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી હોદેદારો અને સૈનિકોની મળેલી બેઠકમાં આગામી તા.૧૫ નવેમ્બરના રોજ આવી રહેલી મહાત્મા નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે જામનગર જિલ્લામાં તેઓની પ્રતિમા મુકવામાં આવશે. તેઓની ધર્મભાવના અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી હિન્દુ સેનાએ યુવાનોમાં જાેશ, જુસ્સો અને જાગૃતતા લાવવા અભિયાન હાથ ધર્યું છે. આ બેઠકમાં સૌરાષ્ટ્રના ૩૦ જવાબદાર સૈનિકોની સમિતિ બનાવી આ અભિયાનને આગળ ધપાવવા સંકલ્પ લેવાયો હતો. સમાજનો સહકાર મળી રહે તે માટે હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ, સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ ઉપરાંત રાજદીપ ગોહિલ, ભાવેશ ઠુમ્મર, યોગેશ અમરેલીયા, ધીરેન નંદા સહિતનાઓએ વિશેષ જવાબદારી સંભાળી હતી.હિન્દુ સેનાની મળેલી બેઠકમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની નવેમ્બર માસમાં આવતી પુણ્યતિથિ નિમિત્તે તેની પ્રતિમા જામનગર જિલ્લામાં સ્થાપવા ર્નિણય લેવાયો હોવાની સંસ્થાના ગુજરાત પ્રમુખે જાહેરાત કરી છે. આગામી દિવસોમાં આ ર્નિણય વિવાદી બનવાની શક્યતા છે.

Follow Me:

Related Posts