જામનગરની નિલકમલ સોસાયટી સ્થિત એક મકાનમાંથી પોલીસે અંગ્રેજી શરાબની ૩૩ બોટલ પકડી પાડી છે જ્યારે નવાગામ ઘેડમાં ખડખડનગરમાંથી બીયરના ૩૦ ટીન અને શરાબની પાંચ બોટલ સાથે એક ઝડપાયો છે. જામનગરના ખોડીયાર કોલોની વિસ્તાર સામે આવેલી નિલકમલ સોસાયટીમાં એક ઓરડીમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે સિટી સી ડિવિઝનના સ્ટાફે ત્યાં આવેલી શેરી નં. ૬ સ્થિત મહિપાલસિંહ ભોજુભા જાડેજા ઉર્ફે મયુરસિંહના મકાનમાં દરોડો પાડ્યો હતો. તે મકાનની ઓરડીની તલાસી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૩૩ બોટલ મળી આવી હતી. ઉપરોકત જથ્થા સાથે આરોપી મહિપાલસિંહની ધરપકડ કરાઈ છે તેણે આ જથ્થો ધરારનગર-૨ માં રહેતાં ક્રિપાલસિંહ જટુભા રાઠોડ પાસેથી લીધાની કબુલાત કરી છે. પોલીસે આ શખ્સની શોધ શરૃ કરી છે. જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ખડખડ નગર નજીક એક દુકાન પાસે વસવાટ કરતા વિશાલ રાયમલ લોલારીયા ઉર્ફે વીડી કોળીના મકાનમાં દારૃનો જથ્થો પડ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે રાત્રે સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે તે શખ્સના મકાનમાં દરોડો પાડતા ત્યાંથી અંગ્રેજી દારૃની પાંચ બોટલ તથા બીયરના ૩૦ ટીન મળી આવ્યા હતાં. પોલીસે કુલ રૃા. ૫૫૦૦ નો દારૃનો જથ્થો કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે.
જામનગરમાં નિલકમલ સોસાયટીમાં દરોડો પાડી પોલીસે એક મકાનમાંથી પોલીસે ૩૩ બોટલ દારુ પકડી પાડ્યો

Recent Comments