જામનગરમાં બાઈક ચાલક દ્વારા જાેખમી સ્ટન્ટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલપંચકોશી બી પોલીસ સ્ટાફે સ્ટંટ કરતાં શખ્સને ઝડપી પાડ્યો
જામનગર શહેરમાં બાઈક ચાલક દ્વારા જાેખમી સ્ટન્ટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયોના આધારે જામનગર પંચકોશી બી પોલીસ સ્ટાફે સ્ટંટ કરતાં શખ્સને ઝડપી પાડ્યો છે. જામનગરમાં સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થયો હતો તે થર્ટી ફર્સ્ટની રાત્રિનો અને હાપા રોડ વિસ્તારનો હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું. જે વીડિયોમાં એક યુવક બાઈક પર આરામ ફરમાવતો જાેવા મળી રહ્યો છે.
સર્કસની માફક જાહેર રસ્તા પર સ્ટંટ કરાયા હતા. જે વીડિયોના આધારે જામનગર પંચકોશી બી પોલીસ સ્ટાફે સ્ટંટ કરતાં શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં બાઈક પર સ્ટેન્ટ બાજ યુવક રવિ જૈન તે મૂળ યુપીનો રહેવાસી છે. જે અગાઉ મર્ડર કેસમાં પણ આરોપી તરીકે પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યો છે અને તે સ્ટંટ બાદ કરવાનો ટેવ વાળો હતો. સ્ટંટ કરતો યુવક મોહન નગર વિસ્તારમાં રહેતો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે રીલ્સ બનાવવાની ઘેલછા વધી રહી છે. આ રીલ્સ બનાવવાની ઘેલછામાં યુવકો પોતાનો જીવ જાેખમમાં મૂકી રહ્યાં છે. સોશિયલ મીડિયાની લ્હાયમાં લોકો ઘેલા બની રહ્યાં છે. આવામાં જાહેરમાં સ્ટંટ કરીને સ્ટંટબાજાે ખુલ્લામાં પડકાર આપી રહ્યાં છે. પોલીસના લાખ સમજાવ્યા બાદ પણ લોકો ફેમસ થવા માટે આ રીતે સ્ટંટ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછામાં સ્ટંટ કરનારાઓ બેફામ બન્યા છે.
Recent Comments