જામનગરમાં બાકી મિલકત વેરામાં વ્યાજ માફીની જાહેરાતના પ્રથમ દિવસે ૨૪ લાખની આવક
જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરામાં વ્યાજ માફી અંગેનીની જાહેરાત કરાયાના પ્રથમ દિવસે જ ૩૨૪ મિલકત ધારકોએ ૨૪.૮૨ લાખનો વેરો ભર્યો છે. ઉપરાંત ૧૩ મિલકત ધારકો પૈકી ચાર મિલકત ધારકો દ્વારા ૩.૨૪ લાખ નું સ્થળ પર જ ચુકવણું થાય છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ વ્યાજ રાહત યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ક્ષેત્રફળ આધારિત રેન્ટ બેઝ પ્રોપર્ટી ટેક્સ ઉપર ૧૦૦ ટકા વ્યાજ રાહત આપવામાં આવી છે, જેના ભાગરૂપે વેરો ભરપાઈ નહી કરનાર આસામીઓની મિલકતને સીલ કરવાની કામગીરી કડક રીતે હાથ ધરવા માં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા વ્યાજ રાહત યોજના અંતર્ગત વર્ષ ૨૦૦૬ પછી ક્ષેત્રફળ આધારિત પ્રોપર્ટી ટેક્સની બાકી રકમમાં મિલકતવેરામાં વ્યાજ રાહત યોજના અન્વયે તા. ૧૫-૨-૨૦૨૩ થી ૧૦૦ ટકા વ્યાજ રાહત યોજનાનું અમલીકરણ અમલમાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે જ મિલકત વેરા શાખા દ્વારા સીટી સિવિક સેન્ટર, ઓનલાઇન તેમજ મનપાની મળેલ મિલકત વેરા શાખા ખાતે ૩૨૫ મિલકત ધારકો દ્વારા પોતાનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે. જેમાં રૂ.૨૪,૮૨,૯૩૫ ની રકમ મિલકત વેરા શાખાએ વસુલાત કરી છે, જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે કુલ ૧૩ મિલકત ધારકોની જપ્તીની કામગીરી પ્રથમ હાફમાં કરવામાં આવી હતી, ૪ મિલકત ધારકોએ ૩.૭૩ લાખનું ચુકવણું સ્થળ પર જ કરી આપ્યું હતું, જ્યારે વેરો નહિ ભરનાર સામે સીલીંગ કામગીરી કડક રીતે હાથ ધરવામાં આવી છે.
Recent Comments