જામનગરમાં બોગસ પેઢી બનાવી ૬૯ લાખનું કૌભાંડ આચર્યું
જામનગરમાં આવેલી યુનીયન બેન્કની જે.એમ.સી. બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા દશરથસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા તેના જ સાગરિત દર્શન હસમુખભાઇ મણીયારએ આ સમગ્ર કૌભાંડનું કાવતરું રચ્યું હતું. જેમાં વર્ષ ૨૦૨૦ ના ઓગસ્ટ માસના ગાળામાં યુનીયન બેન્ક જેએમસી બ્રાન્ચના બેન્ક મેનજર દશરથસિંહે પોતાના બેન્ક મેંજર તરીકેના હોદ્દાનો દુર ઉપયોગ કરી અન્યોને વિશ્વાસમા લઇ, તેના મળતિયા દર્શન મણીયાર સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી, તેમની પેઢીના નામનુ ખોટુ કોટેશન બનાવ્યું હતું.ર્ આ ડોક્યુમેન્ટ અને ખોટા કોટેશનનો સાચા તરીકે ઉપયોગ કરી, બેંકના ખાતેદારોના નામે રૂ.૭૪,૨૫,૦૦૦ની લોન મંજૂર કરાવી લઈ નાણા પણ પોતાના કબજે કરી લીધા હતા.
આ નાણામાંથી મેનેજરે પોતાના સાગરીત દર્શનને કમીશન આપ્યું હતું. જાેકે, ખાતેદારોને ખબર પડી જતા આરોપી મેનેજરે મંજૂર થયેલી લોન પૈકી ૪,૬૦,૦૦૦ રૂપીયા અલગ અલગ ખાતેદારોને પરત આપ્યા હતા. જાેકે, બાકીના રૂ.૬૯,૬૫,૦૦૦ રૂપીયા પોતાના અંગત ફાયદા માટે વાપરી નાખ્યા હતા. આ આર્થિક કૌભાંડ અંગે ભોગગ્રસ્ત ખાતેદારોએ બેંકની હેડ ઓફીસ અને પોલીસમાં અરજી કરી હતી. જેને લઈને પોલીસે તપાસ કરાવતા મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડ અંગે ભોગગ્રસ્ત ખાતેદાર જયેશ ઇન્દુલાલ મણીયારએ બેંક મેનેજર અને તેના મળતિયા સામે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. બેંક મેનેજરના આર્થિક કૌભાંડને લઈને જામનગર બેંક વર્તુળમાં ચર્ચાઓનો દોર શરુ થયો છે.
જામનગરમાં યુનિયન બેંકના મેનેજરે લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યુ છે. મેનેજરે એક શખ્સ સાથે મળી કાવતરું રચી તેમજ બોગસ પેઢી બનાવી, રૂપિયા પોણા કરોડની લોન મંજૂર કરી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતા બેંક વર્તુળમાં ચકચાર સાથે ખળભળાટ મચી ગયો છે. પોલીસે બેંક મેનેજર અને તેના મળતિયા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ૭૫ લાખની લોન હાથવગી કરી લીધા બાદ આરોપીએ રૂપિયા ૪.૫૦ લાખ ચૂકતે કરી દીધા હોવાનું જાહેર થયું છે. આ કૌભાંડ છેલ્લા બે વર્ષથી આકાર પામ્યું હોવાનું જાણવા મળ્યું છે.
Recent Comments