જામનગરમાં વારસદાર તરીકે અજય જાડેજાને સોંપી પ્રજાની જવાબદારી સોપવામાં આવી
તેમણે મોઇન-ઉદ-દૌલા ગોલ્ડ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય સ્ટારલેટ્સની કેપ્ટનશિપ કરી હતી. જામનગરમાં જામસાહેબ શત્રુશલ્યસિંહજીના વારસદાર તરીકે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ પત્ર લખી જાહેર કર્યુ છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે જામનગરની પ્રજાની સેવા કરી જવાબદારી ઉઠાવશે, જાડેજાએ મારા વારસદાર થવાનું સ્વીકાર્યું છે. ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા રાજપૂત પરિવારમાં જન્મ થયો હતો. જન્મેલા ક્રિકેટરની ગણતરી ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થાય છે. અજય જાડેજાની ક્રિકેટ કારકિર્દી ૧૯૯૨થી ૨૦૦૦ સુધી બેટ્સમેન પણ રહી ચૂક્યા હતા. અજય જાડેજાએ પોતાની વન-ડે કારકિર્દીમાં ૧૯૬ મેચ રમી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત બેટર હોવા છતાં સારી બોલિંગ કરી શકતા હતા. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે પહેલા રાજસ્થાનના કેપ્ટન અને કોચ બંને બન્યા. આ સિવાય તે હરિયાણાના કેપ્ટન પણ બન્યા હતા. મેચ ફિક્સિંગમાં તેમનું નામ સામે આવતા ૨૯ વર્ષની ઉંમરે તેમના પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જાડેજાએ તેની સામે લડત ચલાવી અને ત્રણ વર્ષ બાદ દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેમના પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. અજય જાડેજાએ ફરીથી ક્રિકેટના મેદાનમાં પ્રવેશ કર્યો પરંતુ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી શક્યા નહીં. શત્રુશલ્યસિંહજી ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને નવાનગરના મહારાજાનું બિરુદ ધરાવનાર છેલ્લા વ્યક્તિ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી ૧૯૭૨ સુધી શત્રુશલ્યસિંહજી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વડા હતા. તેમણે ૧૯૫૮-૫૯ની સિઝનમાં બોમ્બે સામે સૌરાષ્ટ્ર તરફથી રમતા પ્રથમ-વર્ગમાં પ્રવેશ કર્યો હતો. તેણે ૧૯૫૯-૬૦માં સૌરાષ્ટ્ર માટે ત્રણ, ૧૯૬૧-૬૨માં ચાર અને ૧૯૬૨-૬૩માં ચાર મેચ રમી હતી. શત્રુશલ્યસિંહજીએ ૧૯૬૬-૬૭માં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની કપ્તાની કરી હતી, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની અંતિમ સિઝન હતી. તેમણે મોઇન-ઉદ-દૌલા ગોલ્ડ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય સ્ટારલેટ્સનું સુકાનીપદ સંભાળ્યુ હતું.
Recent Comments