fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં શાકભાજીની લારી ચલાવનારની પુત્રી બની ન્યાયાધીશ

જામનગરમાં શાકભાજીની લારી ચલવનારની પુત્રી અને ત્યકતા મહિલા પાર્વતીબેન દેવરામભાઈ મોકરીયાએ સામાજિક અને આર્થિક મુશ્કેલી સામે સંઘર્ષ કરીને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજેસ્ટ્રેટ સિવિલ જજની પરીક્ષામાં ૩૫માં ક્રમે સ્થાન મેળવ્યું છે. પાર્વતીબેનએ જણાવ્યું હતું કે મારા પરિવારમાં બે ભાઈ અને બે બેન છે જેમાંથી એક ભાઈ અને એક બેન ના લગ્ન થઈ ગયા છે. પિતા દેવરામભાઈ મોકરીયા શાકભાજીની લારી ચલાવે છે. તેમણે સંઘર્ષ કરીને અમને ભણાવ્યા છે. પહેલા બી.કોમ પછી એમ. કોમ અને ત્યારબાદ એલએલબી કર્યું. એલએલબી ચાલુ હતું તે સમય દરમિયાન લગ્ન થયા. આર્થિક સંજાેગો અનુકૂળ ન હોવાથી વચ્ચે એક વર્ષ નોકરી પણ કરી હતી. સાસરી પક્ષના વિરોધ વચ્ચે વર્ષ ૨૦૧૬માં એલએલબી પૂર્ણ કર્યું.

અને તે જ વર્ષમાં ન ભણવા દેવાના તેમજ અન્ય અનિવાર્ય સંજાેગોને કારણે પતિથી અલગ થઈને અલગ જીવન શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જાે કે તે બાદ પણ ઘણા સમય સુધી સંઘર્ષ કર્યો હતો આ દિવસોમાં પણ વકીલાતની પ્રેક્ટિસ શરૂ રાખી હતી. જીવનના આ કઠિન સમયમાં સતત હિંમત અને માર્ગદર્શન તેમના સાથી વકીલે આપ્યું હતું. પરીક્ષાની તૈયારી છેલ્લા સાત મહિનાથી જ કરી રહી હતી. દિવસમાં જેટલા કલાક વાંચતી તેમાં પૂરું ધ્યાન આપતી હતી. રાતનો સમયે મારા માટે વધુ અનુકૂળ હતો જેથી વધુ પડતું વાંચન રાત્રે જ કરતી હતી.

પરંતુ જે વાંચતી તે એકદમ ફોકસથી વાંચતી હતી અન્ય કોઈ પણ વિચારો અને જીવનમાં ચાલતી ઘટનાઓને મારા પર હાવી ન થવા નો દઈને સંપૂર્ણ ધ્યાન વાંચવામાં જ કેન્દ્રિત કરતી હતી. જે મહેનત રંગ લાવી છે. અમે ઝુપડપટ્ટીમાં રહતા હતા. અને મારા સિવાય અન્ય ત્રણ ભાઈ બહેનો પણ છે તેમનું ભણવાનું હતું. પરંતુ ધોરણ ૧૨ પછી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ અને તે બાદ પ્રાઇવેટ કંપનીમાં આર.એ નોકરી કરી ઘરમાં મદદ તેમજ ભણવાનો ખર્ચો જાતે ઉપાડી આ સપનું પૂરું કર્યું છે.

Follow Me:

Related Posts