જામનગરમાં આજે સતત છઠ્ઠા દિવસે મોંઘવારી સામે કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ યથાવત રહ્યું જ્યારે કોંગ્રેસ દ્વારા શહેર ભાજપ કાર્યાલય બહાર કોંગ્રેસના કાર્યકરો દ્વારા રામધૂન બોલાવી હતી.
જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવને લઇને ગરીબ અને મધ્યમ વર્ગ હાડમારી વેઠી રહી છે ત્યારે ભાવ નિયંત્રણ તો દૂરની વાત રહી સતત વધી રહેલા ભાવો પર સરકારનું કોઇ નિયંત્રણ નથી રહ્યું, ત્યારે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા છઠ્ઠા દિવસે વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં રાંધણગેસ બાટલા, તેલ પેટ્રોલ-ડીઝલ વગેરે ભાવ વધારા બાબતે સરકારની નીતિ વિરોધ કર્યો હતો.
આજે છઠ્ઠા દિવસે કાૅંગ્રેસના કાર્યકર્તાઓ પંચેશ્વર ટાવર પાસેથી રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલયની બહાર બેસી રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરાયો હતો.
Recent Comments