જામનગરમાં ૧૮૧ હેલ્પલાઈન દ્વારા ૩૦ હજારથી વધુ મહિલાઓને મદદ કરાઈ
જામનગર જિલ્લામાં અત્યાર સુધી ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન થકી ૩૦૪૬૧ જેટલી મહિલાઓને મદદ મળી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તે દિશામાં ગુજરાત સરકાર કામગીરી કરી રહી છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન, મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન”ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને ય્ફદ્ભ ઈસ્ઇૈં દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી “૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન” શરુ કરવામાં આવી હતી.
જામનગર જિલ્લામાં ૮ વર્ષમાં૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પ લાઈન દ્વારા કુલ ૩૦૪૬૧ જેટલા મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ- સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડેલ છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમે ૬૯૦૬ જેટલી મહિલાઓને મદદ પુરી પાડેલ છે. વર્ષ ૨૦૨૨માં જામનગર ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા ૮૪૧ પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોચાડવામાં આવી હતી.
જેમાંથી ૫૪૪ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાન કરી નિરાકરણ લાવવામાં આવેલ અને અન્ય ૨૬૮ જેટલા કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન,મહિલા સહાયતા કેન્દ્ર,સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જઈ આગળની કાર્યવાહી કરાવવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં ૧,૭૬,૧૦૨થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. ૧૮૧ અભયમના લીધે અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે.
તેમજ તાકીદની પરિસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર જઇને ૨,૩૯,૯૦૧ જેટલા મહિલાને મદદ પુરી પાડેલ છે.૧,૪૯,૩૩૫ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. ૭૧,૮૭૨ જેટલી મહિલાઓના ગંભીર પ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યુ કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવેલ છે. રાજ્યની મહિલાને મુશ્કેલીની સ્થિતિમાં ઝડપથી ત્વરિત મદદ મળી રહે તે માટે અધ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને ઇન્ટીગ્રેટેડ ૧૮૧અભયમ મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.
Recent Comments