fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં ૧ જૂનથી ૩૦ જુલાઈ સુધી સુરક્ષાના કારણોસર માછીમારી પર પ્રતિબંધનું જાહેરનામું

આગામી મહિનાથી જામનગરમાં દરિયો ખેડવા પર કે માફી મારી કરવા પર અમુક સમય માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કારણકે, આ સમયગાળા દરમિયાન દરિયો તોફાની બનતો હોય છે જેને કારણે જાનમાલનું નુકસાન થઈ શકે છે. જેને પગલે મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ દ્વારા માફીમારી પર આ સમયગાળા દરમિયાન રોક લગાવવામાં આવી છે.

સામાન્ય રીતે જુન માસથી દર વર્ષે દરિયો તોફાની થઈ જતો હોય છે આથી મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ ઓફિસર ઓ દ્વારા માછીમારોને આવી સીઝનમાં સમુદ્રમાં માછીમારી માટે જવા પરવાનગી આપવામાં આવતી નથી. તેમ છતાં અનઅધિકૃત રીતે કોઈ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને સમુદ્ર તોફાની બને તેવા સંજાેગોમાં સમુદ્રમાં રહેલ માછીમારોનું જાનનું જાેખમ ઉભું થાય તેવો પુરતી સંભાવના હોય છે.

નુકસાનીનું જાેખમ હોવાને કારણે જ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડવા રજુ કરેલ દરખાસ્ત જરૂરી જણાતાં રાજેન્દ્ર સરવૈયા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર દ્વારા નીચે મુજબના પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવે છે.

Follow Me:

Related Posts