સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં ૨.૭૧ લાખના મુદ્દામાલ સાથે ૭ જુગારીઓ ઝડપાયા

જામનગરમાં ખોડીયાર કોલોનીની આદર્શ સોસાયટીના રઘુકુળ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૧૦૫માં રહેતો સંજયભાઇ વિરચંદભાઇ પેથડ નામનો શખ્સ પોતાના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ફ્લેટ માલિક ઉપરાંત રામનીરંજન દુર્ગાદત ખાટુવાલા મારવાડી, અનીલ પરબતભાઇ ગાગીયા આહીર, મહેશ વસંતભાઇ પંડ્યા, દયાળજી માધાભાઇ ધારવીયા, અનિરૂદ્ધ ગોરધનભાઇ ચોવટીયા પટેલ અને સરોજ અશ્વિનભાઇ પ્રેમજીભાઇ પંડ્યા આબાદ પકડાઈ ગયા હતા.

પોલીસે તમામના કબજામાંથી રૂપિયા ૧ લાખ ૨૩ હજાર ૩૦૦ તથા ત્રણ મોટર સાયકલ સહિત કુલ રૂપિયા ૨ લાખ ૧૩ હજાર ૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કાર્યવાહી પીએસઆઇ કે.કે.ગોહિલ સહિતના સ્ટાફે પાર પાડી હતી.જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારની આદર્શ સોસાયટીમાં એક મહાજન શખ્સ સંચાલિત જુગારધામ પર પોલીસે દરોડો પાડી એક મહિલા સહિત સાત શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે રૂ. ૧.૨૩ લાખની રોકડ સહિત રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Related Posts