જામનગર શહેર જિલ્લામાં વાઈરસજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. એમાં વાઈરસજન્ય ઓરીના કેસમાં પણ વધારો નોંધાયો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં હાલ ઓરીના ૨૪ દર્દી સારવાર લઈ રહ્યા છે. સામાન્ય રીતે ૯ માસનું બાળક થાય ત્યારે ઓરીની રસી આપવામાં આવતી હોય છે, પરંતુ જામનગરની જીજી હોસ્પિટલમાં છ થી સાત માસનાં બાળકોને પણ ઓરી થતાં તબીબો ચોંક્યા છે. હોસ્પિટલ દ્વારા બાળકોનાં સેમ્પલ લઈ જિનેટિકલ એનાલિસિસ માટે સરકારી લેબ અને ઉૐર્ં(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ની લેબમાં મોકલવામાં આવ્યાં છે.
જામનગરમાં ૯ માસથી નાનાં બાળકો પણ રોગની ઝપેટમાં આવ્યાં, જિનેટિકલ એનાલિસિસ માટે સેમ્પલ મોકલાયાં

Recent Comments