જામનગર ખાતે હાલાઇ મેમણ જમાત ના સમૂહ લગ્ન યોજાયેલ આ સમૂહ લગ્ન માં 30 જેટલા દુલ્હા – દુલ્હન જોડાયા હતા અને આ પ્રશ્નગે જામનગર ખાતે જુદી જુદી જગ્યા એ થી રાજકીય તેમજ સમાજ ના આગેવાનો હાજર રહિયા હતા અને સમૂહ સાદી ને ઉદેશ સમાજ ના કુ રિવાજો દૂર થાઈ ને સમાજ ના મધ્યમ વર્ગી લોકો આનો લાભ લઇ શકે સમૂહ-લગ્ન જેવા નેક કામ માં દેશ અને સમાજ માટે જામનગર એક ઉત્તમ ઉદાહરણ સાબિત થએલ છે. જેમા ઉચ્ચ નિચ ના ભેદભાવ વગર હર પરિવાર સામેલ થાય છે.જામનગર મેમન જમાત દ્વારા દર બે વરસે યોજાતા આ સમૂહ લગ્ન માં જોડાવા હર કોઈ રાહ જોતા હોય છે, એક રોલ-મોડલ ની જેમ આ સમૂહ લગ્ન દેશ અને સમાજ ને સમૂહ લગ્ન કેવા હોવા જોઈએ એની સાચી રીત દર્શાવે છે.
જામનગર મા યોજાતા આ સમૂહ લગ્ન ને માણવો એ એક લહાવો હોય છે.જામનગર મા યોજાતા આ સમૂહ લગ્ન એ સમૂહ લગ્ન ની સાચી વ્યાખ્યા પ્રદર્શિત કરે છે.અને હાલાઇ મેમણ જમાત નું ખુબ સુંદર આયોજન કરેલ હતું આ પોગ્રામ માં અમરેલી ના એડવોકેટ અજીમ લાખાણી હાજરી આપેલ અને મોમેન્ટો આપી સન્માન કરેલ અને જામનગર ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો-ઓડિટર એઝાઝભાઈ નેવીવાલા અને યુથ વિંગ ટિમ સાથે મુકાલાત કરી હતી.
આ તકે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન સૌરાષ્ટ્ર ઝોન વાઇસ પ્રેસિડેન્ટ હમિદભાઈ ગોડીલ અને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર એડવોકેટ અજીમ લાખાણી હાજરી આપેલ.
આ પોગ્રામ ને સફળ બનવવા માટે હાલાઇ મેમણ જમાત જામનગર પ્રમુખ રાજુભાઈ સૂડીવાળા,ઉપપ્રમુખ રશીદભાઈ લૂસાવાલા,ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ઝોનલ સેક્રેટરી જુનેદભાઈ ધ્રોલીયા,ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ સૌરાષ્ટ્ર ઝોન કો-ઓડિટર એઝાઝભાઈ નેવીવાલા જહેમત ઉઠાવેલ હતી


















Recent Comments