સૌરાષ્ટ - કચ્છ

જામનગર જિલ્લામાં ફરી એકવાર જાહેરમાં ફાયરિંગ

લાલપુરના મુરીલા ગામે ભાઇએ બીજા ભાઇના માથે તાક્યો તમંચો

જામનગરમાં ફરી એકવાર જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, અહીં એક શખ્સે દેસી તમંચાથી ફાયરિંગ કર્યુ છે, જેમાં બે લોકોને ઇજા પહોંચી છે, હાલમાં બન્ને સારવાર અર્થે હૉસ્પીટલમાં છે. જામનગરમાં ગઇકાલે એક ફાયરિંગની ઘટના સામે આવી છે, અહીં જિલ્લાના લાલપુરના મુરીલા ગામે બે ભાઇઓ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થયો હતો, અને આ ઝઘડો ફાયરિંગની ઘટના પરિવર્તિત થઇ ગયો છે. કોઇવાત પર સામાન્ય બોલાચાલી બાદ દેશી તમંચા એકે બીજા પર ફાયરિંગ કર્યુ હતુ, જાેકે, આ ફાયરિંગમાં બન્ને ભાઇ ઇજાગ્રસ્ત થયા છે, નારણ વસરાએ કરેલા ફાયરિંગમાં ખીમા વસરા ઈજાગ્રસ્ત થયો હતો, અને તેમને જીજી હૉસ્પીટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો.

Related Posts