ગુજરાત

જામનગર દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગત બીજી તારીખે કાર અને બાઈક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઇક સવાર ભાનુશાળી દંપતિ ખંડીત થયું છે. પતિ-પત્ની બન્નેને ઈજા થયા પછી પતિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૩૩ માં રહેતા અને એક પેટ્રોલ પંપમાં ફરજ બજાવતા બીમલભાઈ કનખરા, કે જેઓ ગત રાત્રિના સમયે પોતાના બાઈકમાં પત્ની કિરણબેન ને બાઈકમાં પાછળ બેસાડીને જઈ રહ્યા હતા.

જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી. જે. ૧૦ ડી. આર. ૯૯૯૨ નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભાનુશાલી દંપત્તિ ઇજાગ્રસ્ત બન્યું હતું, અને તેઓને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જેમાં બીમલભાઈને ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર દરમિયાન ગત ૧૨ મી તારીખે તેઓનું જી.જી. હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર દેવાંશ બીમલભાઈ કનખરાએ સિટી એ. ડિવિઝન પોલીસ મથમાં કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts