જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિકે પોતાની વાડીના મકાનમાં ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો સંતાડ્યો છે, અને તે દારૂનો જથ્થો આયાત કરવામાં મેઘપર ગામના ગીરીરાજસિંહ પિંગળ ની સંડોવણી છે, તેવી માહિતીના આધારે મેઘપર પોલીસે ગઈ રાતે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી ૧૦૫ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસ દ્વારા દારૂ નો જથ્થો કબ્જે કરી લેવામાં આવ્યો છે, પરંતુ દારૂના બંને ધંધાર્થીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસે બંનેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
જામનગર નજીક મેઘપરમાં એક મકાનમાંથી ૧૦૫ નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી

Recent Comments