જામનગર નજીક મોરકંડા ગામના પાટીયા પાસે એક પેટ્રોલ પંપના પાર્કિંગમાંથી બે દિવસ પહેલાં ચોરી થઈ ગઈ હતી. જે ચોરીનો ભેદ ઉકેલવામાં પંચકોષી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને સફળતા સાંપડી છે અને ટ્રક સાથે રાજકોટ અને જામનગરના બે શખ્સોને ઝડપી લીધા છે. તેઓની પૂછપરછ દરમિયાન પોતે વેચાણમાં મુકાયેલો ટ્રક જાેવા માટે આવ્યા પછી તેની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી, અને ટ્રક હંકારી ગયા નું કબુલ્યું છે.
જામનગર નજીક મોરકંડા ગામના પાટીયા પાસે આવેલા એક પેટ્રોલ પંપ ના પાર્કિંગમાંથી બે દિવસ પહેલા રાત્રિના સમયે એક ટ્રકની ચોરી થઈ હતી, અને તસ્કરો રૂપિયા ૯.૫૦ લાખની કિંમતના ટ્રકની ચોરી કરી ગયા હતા. જે ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે. પંચકોષી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે જામનગર તાલુકાના ભલસાણ બેરાજા ગામના વતની વિરમ ઉર્ફે વીરમો કરણાભાઇ ભાદરા તેમજ રાજકોટમાં રહેતાજયેશ બાબુભાઈ રાઠોડ નામના બે શખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી ચોરાઉ ટ્રક કબજે કરી લીધો છે.
જેવો હર્ષદપુર ગામની સીમ વિસ્તારમાં ટ્રકનું વેચાણ કરવા માટેની પેરવી કરી રહ્યા હતા, તે દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપી વિરમ કે જે વેચાણમાં મુકાયેલો ટ્રક જાેવા માટે આવ્યો હતો. તેણે બે વખત ટ્રકની મુલાકાત લીધા પછી તેની ડુપ્લીકેટ ચાવી બનાવી લીધી હતી. અને ચોરીનો પ્લાન બનાવ્યો હતો. દરમિયાન રાત્રિના સમયે ડુપ્લીકેટ ચાવી ની મદદથી ટ્રક ઉપાડી ગયા થયા હતા અને વેચવાની પેરવી કરે તે પહેલા પોલીસના હાથે ઝડપાઇ ગયા છે.
Recent Comments