સૌરાષ્ટ - કચ્છ

જામનગર પોલીસ વિરૂદ્ધ એમએલસી નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી

જામનગર પંથકના પંચકોશી-બી ડિવિઝનના ગુનામાં ફરાર આરોપી મસિતિયા ગામના આદામ ખફીને શોધ કરવા ગયા પંચકોષી-બી ડિવિઝન પીએસઆઈ જે.ડી.પરમાર અને સ્ટાફને ઘરમાં ઘૂસવા દેવામાં આવ્યા ન હતા તેમજ તેમની સાથે હાથાપાઈ કરવામાં આવી હતી. પીએસઆઈ તથા અન્ય પોલીસ દ્વારા ૩ મહિલા સહિતના લોકોને માર મારવામાં આવ્યો હતો જેને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પોલીસ વિરૂદ્ધ એમએલસી નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.જામનગર નજીક આવેલા મસીતિયા ગામે ફરાર આરોપીને શોધવા ગયેલી પોલીસને ઘરમાં ઘૂસવા ન દેતા પોલીસે બળજબરી કરી ૩ મહિલાઓ સહિત પરિવારજનોને માર માર્યાના આક્ષેપ સાથે પરિવારની મહિલાઓ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી જતા સારી એવી ચકચાર જાગી છે.

Related Posts