fbpx
ગુજરાત

જામનગર પ્રધાનમંત્રી પોષણ શક્તિ યોજના અન્વયે આખરે બે વૃષ પછી આજથી જામનગરમાં શાળાનાં બાળકોને મધ્યાન ભોજન યોજના અંતર્ગત ગરમ નાસ્તો આપવાનાં કાયક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જામનગરમાં પ્રાથમિક શાળાના બાળકો માટે મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ જામનગર પ્રધાનમંત્રી પોષણ શક્તિ યોજના અન્વયે આખરે બે વૃષ પછી આજથી જામનગરમાં શાળાનાં બાળકોને મધ્યાન ભોજન યોજના અંતર્ગત ગરમ નાસ્તો આપવાનાં કાયક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સવારે ભોજન લઈને રવાનાં થનારા વાહનોને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું. કોરોનાંના કારણે લગભગ છેલ્લા બે વર્ષથી મધ્યાન ભોજન યોજનાં બંધ હતી. પરંતુ કોરોનાં વાઈરસની વિદાય થતાં આ યોજનાં પુનઃ શરૃ કરવામાં આવી છે. જામનગરમાં રિલાયન્સની અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આજથી શાળાના બાળકોને ગરમા ગરમ નાસ્તો આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી શરૃ થયેલી મધ્યાન ભોજન યોજનાં શહેરની ૪પ સરકારી અને પાંચ ગ્રાન્ટેડ મળી કુલ પ૩ શાળાનાં ૧૪૧૮૪ બાળકોને ભોજન મળશે. જો કે હજુ આંગણવાડીનાં ભૂલકાઓને નાસ્તો આપવાનું શરૃ થયું નથી. જામનગરનાં ભાગોળે આવેલ અક્ષપાત્ર ફાઉન્ડેશનનાં અધ્યતન અને સેન્ટ્રલાઈઝડ રસોડામાં આ ભોજન તૈયાર થઈ રહ્યું છે

અને ત્યાંથી જ દરરોજ ગરમ અને પૌષ્ટીક નાસ્તો બાળકોને પીરસવામાં આવશે. આજે સવારે આ કાર્યક્રમનાં પુનઃ પ્રારંભે મેયર બીનાબેન કોઠારી, મ્યુનિ. કમિશ્નર વિજયકુમાર ખરાડી, ડીએમસી એ.કે. વસ્તાણી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા, શાસક પક્ષનાં નેતા કુસુમબેન પંડયા, દંડક કેતન ગોસરાણી, કોર્પાેરેટર ડીમ્પલબેન રાવલ, એન્જીનિયર ભાવેશ જાની, અક્ષયપાત્ર ફાઉન્ડેશનનાં અધિકારીઓ વગેરે ઉપસ્થીત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા અક્ષયપાત્ર સંસ્થાને જનરલબોર્ડમાં ઠરાવ કરીને ૪૮૦૦ ચો.મી. જગ્યા ટોકન દરે લીઝ ઉપર આપવામાં આવી હતી, એ જગ્યામાં આર.પી.એલનાં ૮પ ટકા સહયોગથી રૃા. ૧ર કરોડનાં ખર્ચે અધ્યતન સેન્ટ્રલાઈન રસોડુ તૈયાર કરવામાં આવ્યું છે. આ રસોડુ અદ્યતન મશીનરીથી કાર્યરત છે. જેની ક્ષમતા દરરોજ પ૦ હજાર બાળકોને ગરમ પોક્ષણ આહાર પુરો પાડવામાં આવશે. આજથી માત્ર પ્રાથમીક શાળાનાં બાળકો માટેની યોજનાં શરૃ થઈ છે. આગામી બે સપ્તાહમાં આંગણવાડીનાં બાળકોને પણ ગરમ નાસ્તો મળતો થઈ જશે તેમ જાણવા મળે છે.

Follow Me:

Related Posts