જામનગર બાઈકે હડફેટે લેતા મહિલાનું બાળક ઉછળીને જમીન પર ફેકાતા તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું
જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગોજારો અકસ્માત બન્યો હતો. મહિલા પગપાળા ચાલીને પોતાના આઠ માસના પુત્રને લઈને પગપાળા ચાલીને જઈ રહી હતી, પાછળથી આવતા બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં તેના હાથમાં રહેલું બાળક ઉછળીને જમીન પર ફેંકાયું હતું તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે મહિલા પણ ઘાયલ થઈ છે. પોલીસે બાઈક સામે ગુનો નોંધ્યો છે. દરેડ વિસ્તારમાં મારવાડી વાસમાં રહેતી કનીયાબેન ધર્મેશભાઈ રાઠોડ નામની ૨૨ વર્ષની યુવતી પોતાના ૮ માસના બાળકને હાથમાં રાખીને પગપાળા ચાલીને વસ્તુ લેવા માટે જઈ રહી હતી.
પાછળથી પૂરપાટ વેગે આવી રહેલા જી.જે.-૧૦ બી.એ. ૫૦૦૩ નંબરના બાઈકના ચાલકે કનીયાબેન ને ઠોકરે ચડાવતાં તેણી ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ હતી અને ફેક્ચર સહિતની ઈજા થઈ છે. બનાવ વેળાએ તેના હાથમાં રહેલું ૮ માસનું બાળક હાથમાંથી ઉછળીને માર્ગ પર દૂર ફેંકાયો હતો, અને તેને હેમરાજ સહિતની ગંભીર ઈજા થતાં સ્થળ પર બેશુદ્ધ બન્યો હતો. જેને તાબડતોબ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. માતાની હાથમા જ રહેલા બાળકનું મૃત્યુ નિપજતાં તેણીએ હૈયાફાટ રૂદ્દન કર્યું હતું.આ અકસ્માતના બનાવવા અંગે કનીયાબેનના પતિ ધર્મેશ ભાઈ મારવાડીએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે પણ ઇજાગ્રસ્ત બન્યો હોવાથી સારવાર મેળવી રહ્યો છે.
Recent Comments