જામનગર બેઠક પર પૂનમ માડમે જીતની હેટ્રીક લગાવી
ગુજરાતની હાઇપ્રોફાઇલ સીટ ગણાતી જામનગર બેઠક પર પૂનમ માડમે જીતની હેટ્રિક લગાવી છે તમને જણાવી દઈએ કે પૂનમ માડમને ૬,૧૭,૮૦૪ મતો મળ્યા છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવીયાને ૩,૮૦,૮૫૪ મતો મળ્યા છે. આ સાથે પૂનમ માડમને ૨,૩૬, ૯૯૦ મતોની લીડ મળી છે. ભાજપે જ્યારે તેમના ઉમેદવારોની યાદી બહાર પાડી તેમાં ગુજરાતના ૧૫ ઉમેદવારો હતા અને જેમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમનું નામ પણ હતું. સતત ત્રીજી ટર્મ માટે ભાજપે પૂનમ માડમની લોકસભાની ઉમેદવારી માટે પસંદગી કરી. જાણકારો કહે છે કે ‘પર્ફૉર્મન્સ, લોકસંપર્ક અને વોટબૅન્ક પર પકડ’ આ ત્રણ કારણોસર ભાજપે ફરી તેમને તક આપી છે. કેટલાક જાણકારો એમ પણ કહે છે કે કૉર્પોરેટ ગૃહો સાથેનો તેમનો ઘરોબો પણ વધુ એક કારણ છે તેમની પસંદગી થવાનું.
ક્ષત્રિય આંદોલનની અસર જામનગરમાં પણ જોવા મળી હતી તે બધાની આગળની નીકળી ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ભાજપે પૂનમ માંડમ પર ફરી એકવાર વિશ્વાસ મુકીને ટિકીટ આપી હતી ત્યારે આ વખતી જીતની હેટ્રિક નોંધાવતા ભાજપે ફરી જામનગર લોકસભા સીટ પોતાને નામ કરી છે. જામનગરની લોકસભા બેઠક પર અગાઉ પણ ૨૦૧૯ અને ૨૦૧૪માં પૂનમ માડમ લડી ચૂક્યા છે ત્યારે તે વખતના મતોની વાત કરીએ તો ૨૦૧૪માં પૂનમ માડમને ૪,૮૪,૪૧૨ મતો મળ્યા હતા આ સાથે ૨૦૧૯માં ૫,૯૧,૫૮૮ મતો મળ્યા હતા ત્યારે આ વખતે પણ જીતની હેટ્રીક લગાવતા પૂનમ માડમ ૬,૧૭,૮૦૪ મતો સાથે ભગવો લહેરાવ્યો છે.
Recent Comments