સૌરાષ્ટ્રમાં આવેલ જામનગર મુકામે વિશ્વભરના કકકડ પરીવારના કુળદેવી ચામુંડા માતાજી બીરાજે છે જયાં નવરાત્રીમાં માતાજીના નવલા શણગાર સજાવવામાં આવશે તેમજ રોશની કરવામાં આવશે.દર વર્ષની જેમ આ વર્ષે પણ કકક્કડ પરીવાર તા. 11/10/24 શકૂવારે આઠમ (હવનાષ્ટમી)ના દિવસે હવન યોજાશે શુભ સમયે બીડું હોમાશે ત્યાર બાદ માતાજીનો થાળ ધરાવવામાં આવશે.દેશ-વિદેશ થી આવતા કકકડ પરીવાર માટે જામનગર માં રહેવા તથા પ્રસાદીની સુંદર વ્યવસ્થાનું આયોજન કરેલ છે. તેમાં તા. ૧૦/૧૦ ના રોજ લુહાર સમાજની વાડી, સેન્ટ્રલ બેંકની સામે, પ્રસાદી બપોરે ૧ વાગ્યે, સાંજે ૮.૩૦ વાગ્યે તેમજ માતાજીના ગરબારાત્રે ૧૦ વાગ્યે ચામુંડા માતાજીની ડેલીમાં લુહારસાર સામે રાખેલ છે તેમજ તા.૧૧/૧૦ના રોજ હવન તેમજ ધાર્મીક કાર્યકૂમોનું આયોજન કરેલ છે બીડું હોમાયા બાદ ચામુંડા માતાજી ને મહાપ્રસાદી નુ આયોજન કકકડ પરિવારના આવેલા તમામ માટે કરવામાં આવેલ છે વધુ વિગત માટે છગનભાઈ કકકડ, દીપક વૃજલાલ કકકડ તથા અનીલ જમનાદાસ કકકડ ને સંપર્ક કરવા એક યાદીમા જણાવેલ છે.
જામનગર માં કકકડ પરીવારના ચામુંડા માતાજીના મંદીરે હવન


















Recent Comments