જામનગર નજીક ખંભાલીયા રોડ પર આવેલી રીલાયન્સ કંપનીની સામેના ભાગે ટાઉનશીપમાં વધુ એક ચોરીનો બનાવ બન્યો છે. જેની વિગત મુજબ, અહી ગ્રીન ટાઉનશીપ સેક્ટર ૧૬ બ્લોક નં ૩–બીમાં રહેતા પ્રફુલા અશોકભાઈ રામજીભાઈ નકુમના ગત તા. ૧૦/૦૨/૨૦૨૨ના રાત્રે અગ્યાર વાગ્યાથી સવાર સુધીના સમયગાળા દરમિયાન બંધ રહેલા મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
આ રહેણાંક ઘરના મેઈન દરવાજાનો નકુચો તોડી બેડરૂમમાં પ્રવેશેલા તસ્કરોએ લોખંડના કબાટનો દરવાજા તથા લોક તોડી નાખી અંદરથી રૂપિયા ૫,૯૧,૨૦૦ ની કીમતના ૨૦ તોલા દાગીના, રૂપિયા ૭૫૦૦ ની કીમતના ચાંદીના દાગીના તથા રોકડા રૂ.૨૦,૦૦૦ અને રૂપિયા બે હજારની એક સ્માર્ટ વોચ મળી કુલ રૂ.૬,૧૬,૭૦૦ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયા હતા. બીજા દિવસે ઉપર રહેતા પાડોશીને દરવાજા ખુલા જાેતા બહાર ગામ રહેલા પ્રફુલાબેનને ફોન દ્વારા જાણ કરી હતી. જેને લઈને તેઓએ ટાઉનશીપ પહોચયા હતા. જ્યાં દરવાજાે ખુલો અને તાળું ત્યાં જ પડ્યું નજરે પડ્યું હતું. જયારે અંદરના બેડરૂમમાં વેરવિખેર સામાન જાેતા ચોરી થયાનો અંદાજ લગાવી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને મેઘપર પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે કોઈ જાણભેદુ શખ્સો સામે શંકા ઉચ્ચારી વિધિવત તપાસ હાથ ધરી છે. રિલાયન્સ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રફુલાબેનના પતિ અશોકભાઈ તાજેતરમાં જ કોરોના પોઝિટીવ આવ્યા છે.
જેને લઈને તેઓ પત્ની સાથે જામનગરની એક ખાનગી હોટેલમાં ક્વોરેન્ટાઈન છે. રિલાયન્સ ટાઉનશીપથી જામનગર આવી ગયા બાદ કોઈ જાણભેદુ શખ્સોએ જ બંધ મકાનને નિશાન બનાવ્યું હોવાની પોલીસે દ્રઢ આશંકા સેવી છે. કંપનીમાં જીએમ તરીકે ફરજ બજાવતા અશોકભાઈ મૂળ જામનગર જિલ્લાના જાેડિયા તાલુકાના હડિયાણા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. પુત્રી અને પુત્ર એમ ચાર સભ્યોનો આ પરિવાર અહી ચાર વર્ષથી રહેતો હોવાની વિગતો જાણવા મળી છે.જામનગર નજીકના રિલાયન્સ ટાઉનશીપમાં રહેતા જનરલ મેનેજરના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીત રૂપિયા ૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાની મેઘપર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ રૂપિયા૫,૯૧,૨૦૦ની કીમતના ૨૦ તોલા દાગીના, રૂપિયા ૭૫૦૦૦ની કીમતના ચાંદીના દાગીના તથા રોકડા રૂ. ૨૦,૦૦૦ અને રૂપિયા બે હજારની એક સ્માર્ટ વોચ મળી કુલ રૂ.૬,૧૬,૭૦૦ના મુદ્દામાલની ચોરી કરી ગયાનું ફરિયાદમાં જાહેર થયું છે.
Recent Comments