જાયન્ટ્સ ગૃપ ઑફ અમદાવાદ નોર્થ ગાયત્રી પરિવાર નારણપુરા આશીર્વાદ ફાઉન્ડેશન ના સયુંકત ઉપક્રમે નિદાન કેમ્પ યોજાશે
અમદાવાદ તા.૨૨-૬-૨૦૨૩ ગુરુવારે નારણપુરા નવા વાડજ વિસ્તારમાં રહેતા રહીશોના લાભાર્થે સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ દરમ્યાનમાં LIVER DISEASE MANAGEMENT નું નિ:શુલ્ક પરીક્ષણ તથા નિદાન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં અતિથ વિશેષ નવા વાડજ પોલીસ સ્ટેશન પી.આઈ.શ્રીસી.જે.જોષી સાહેબ તથા નારણપુરા પોલીસ સ્ટેશન પી.આઈ.શ્રીબી.એલ.વડુકર સાહેબ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે સદર કેમ્પમાં લિવરને લગતા બધા ટેસ્ટ નિ:શુલ્ક રહેશે કેમ્પનું આયોજન ડૉ.બી.ટી.પટેલ ક્લિનિક,ચક્રવર્તી કોમ્પલેક્ષ, કિરણપાર્ક સામે,નવા વાડજ ખાતે INTAS PHARMA કંપની,ડૉ.ભીખુભાઈ પટેલ, જાયન્ટ્સ ગૃપ ઑફ અમદાવાદ નોર્થ,ગાયત્રી પરિવાર નારણપુરા, આશીર્વાદ ફાઉન્ડેશન,ઉમેશ પટેલ,પંકજ જોષી,વાસુભાઈ ગોહેલ,વિપુલ ચૌધરી કાર્યકર્તા મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું છે
Recent Comments