રાષ્ટ્રીય

જાલંધરમાં ઘરમાં અચાનક લાગેલી આગમાં એક જ પરિવારના ૫ સભ્યો જીવતા સળગ્યા

પંજાબના જાલંધરમાં એક મોટો દૂર્ઘટના બની છે. અહીં આગમાં દાઝી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર રેફ્રિજરેટરના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો અને આ બાસ્ટ બાદ આખા ઘરમાં આગ લાગી હતી, જેના કારણે ઘરમાં રહેલા પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જાે કે અકસ્માત કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે.

જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે વિસ્તારના અન્ય લોકો રાત્રિભોજન કર્યા બાદ ટેરેસ બેઠા હતા ત્યારે તેઓએ ઘરમાંથી ધુમાડો નીકળતો જાેયો. જાેકે, લોકોનું કહેવું છે કે તેમને કોઈ વિસ્ફોટનો અવાજ સંભળાયો નથી. આસપાસના લોકોએ ફાયર બ્રિગેડ સહિત પોલીસને જાણ કરી હતી..

એડીસીપી જાલંધર આદિત્યએ કહ્યું કે અમને જાલંધરના અવતાર નગરમાં એક ઘરમાં વિસ્ફોટ જેવી ઘટનાની માહિતી મળી, જેના પછી અમે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા. આ ઘટનામાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત પાછળનું કારણ શું છે તેની અમે તપાસ કરી રહ્યા છીએ. મીડિયા અહેવાલો અનુસાર, ફાયર બ્રિગેડે લોકોને બચાવ્યા, જેમાંથી એક છોકરી (૧૫ વર્ષ) અને એક છોકરો (૧૨ વર્ષ) હોસ્પિટલ પહોંચતા પહેલા મૃત્યુ પામ્યા હતા. આ પછી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ ત્રણ લોકોએ પણ જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર, મૃતકોની ઓળખ યશપાલ સિંહ, રૂચી, દિયા, મંશા અને અક્ષય તરીકે થઈ છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, રેફ્રિજરેટરનું કોમ્પ્રેસર ફાટવાના કારણે આ દુર્ઘટના બની હતી. જાે કે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. જાેકે, ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે ઘરની અંદર ગેસની દુર્ગંધ આવી રહી હતી.. પ્રાપ્ત માહિતી અનુસાર, રેફ્રિજરેટરના કોમ્પ્રેસરમાં જાેરદાર વિસ્ફોટ થવાને કારણે ઘરમાં આગ લાગી હતી. આ ફ્રિજ સાત મહિના પહેલા જ ખરીદવામાં આવ્યું હતું. મૃતકના ભાઈ યશપાલ ઘાઈએ જણાવ્યું કે ઘરમાં રાખેલા ડબલ ડોર રેફ્રિજરેટરના કોમ્પ્રેસરમાં અચાનક જાેરદાર વિસ્ફોટ થયો અને તે પછી ભયાનક આગ ફાટી નીકળી. આગ એટલી ભીષણ હતી કે કોઈને બહાર નીકળવાની તક પણ મળી ન હતી.

૬૫ વર્ષના મૃતક યશપાલ ઘાઈ સ્થાનિક સ્તરે રાજકારણમાં પણ સક્રિય હતા. આથી ઘટનાની માહિતી મળતા જ પંજાબની સત્તાધારી આમ આદમી પાર્ટી, મુખ્ય વિપક્ષ કોંગ્રેસ અને બીજેપીના નેતાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જાલંધરના સાંસદ સુશીલ રિંકુ અને જાલંધર પશ્ચિમના ધારાસભ્ય શીતલ અંગુરાલ પરિવારમાં બચી ગયેલી વૃદ્ધ મહિલાને મળ્યા અને તેમની સંવેદના વ્યક્ત કરી.

Related Posts