ભાવનગર

જાળિયાની શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન

ઉમરાળા તાલુકાના રંઘોળા વિભાગ અંતર્ગત ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન જાળિયા પ્રાથમિક શાળાના થયું જેમાં ૧૨ પ્રાથમિક શાળાઓમાંના બાળ વૈજ્ઞાનિકોએ ૨૪ વિજ્ઞાન કૃતિઓ પ્રસ્તુત કરી. જાળિયા પ્રાથમિક શાળામાં આ પ્રદર્શનમાં રંઘોળા માધ્યમિક શાળાના આચાર્ય શ્રી હિરેનભાઈ આહિર, લીમડા નવજીવન માધ્યમિક શાળાના આચાર્ય શ્રી અશોકભાઈ જોષી સાથે શિક્ષક શ્રી હરેશભાઈ ચૌધરી દ્વારા માર્ગદર્શન મળ્યું હતું. સ્થાનિક આચાર્ય શ્રી પ્રવીણભાઈ મકવાણા અને શિક્ષકગણ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.

Related Posts