જાળિયા અમરાજી કેન્દ્રવર્તી શાળામાં ચબૂતરાનું ઉ્દઘાટન કરવામાં આવ્યું
ભારતીય સંસ્કૃતિમાં પ્રાણીમાત્રના રક્ષણની વાત કરવામાં આવી છે. સમાજમાં અનેક પરોપકારી લોકો માટે વિવિધ રીતે પક્ષીઓની સેવા કરે છે. કોઇ તેના માટે ચણ નાંખે છે. તો કોઇ તેના માટે અન્ય ખોરાકની વ્યવસ્થા કરે છે.
તે અંતર્ગત શ્રી જાળિયા અમરાજી કેન્દ્રવર્તી શાળામાં ચબૂતરાનું ઉ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પક્ષીઓ માટે જુવાર, પીવાના પાણી ભરવાં માટે એક પીપ, પાણીના કુંડ અને શાળાના ૩૭૦ બાળકો માટે બિસ્કીટ,બોલપેન અને ડબ્બીઓ આપવામાં આવી હતી.
અંદાજિત ૪૦ હજાર જેટલી રકમની ભેટ આ રીતે શાળામાં આપવામાં આવી હતી. આ તમામ વસ્તુઓના દાતા શ્રી જય આદિનાથ જીવદયા ટ્રસ્ટ તેમજ પ. પૂ. શ્રી અમરતલાલ વી.શાહ દ્વારા બાલ બ્રહ્મચારીશ્રી મહાત્માજીની પ્રેરણાથી સંનિધિ મહેલું શાહ ચેમ્બુર ટ્રસ્ટ તરફથી આ તમામ સુવિધાઓ આપવામાં આવી છે.
આ ચબૂતરાનું આજે ઉ્દઘાટન શ્રી હીરાભાઈ દેપલાવાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી યુનુસખાન બલોચ અને સમગ્ર શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન કમિટી અને ગ્રામજનો દ્વારા તેમના આ શુભ કામ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Recent Comments