જાહેરાત ક્રમાંક:212/2024-25 CCE નું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ GPSC મુજબ જાહેરકરાવવા બાબત : મનીષ ભંડેરી

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, જાહેરાત ક્રમાંક:212/2024-25_CCEની પ્રાથમિક પરીક્ષાનું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા તા.01/04/2024 થી તા.20/05/2024 સુધી આયોજન કરવામાં આવેલ હતું. જગ્યાની જાહેરાતમાં કેટેગરી વાઈઝ સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જે CCE ની પરિક્ષાની નોટિફિકેશનના પેઇઝ નંબર-25 પરના મુદ્દા-7માં જણાવેલ છે, પરંતુ તા.19/09/2024 ના રોજ પ્રસિધ્ધ થયેલ પરિણામમાં કુલ જગ્યાના સાત ગણા ઉમેદવારોને પાસ કરેલ છે, જેમાં જાહેરતમાં દર્શાવેલ કેટેગરી વાઈઝ સાત ગણા ઉમેદવારોની શરતનું પાલન થયેલ નથી. જેથી કરીને મોટાભાગના ઉમેદવારોને અન્યાય થયેલ છે. GPSC દ્વારા પણ ક્લાસ 1/2, તેમજ સુપર ક્લાસ -3 ની પરીક્ષામાં કેટેગરીના સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે. જેથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GPSC મુજબ CCE નું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરે કારણ કે પ્રાથમિક પરીક્ષા માત્ર એલિમિનેશન ટેસ્ટ હોય ખૂબ ઓછા સંખ્યામાં વિધાર્થીઓ પાસ થયેલ છે જેથી મહતમ વિધાર્થીઓને મુખ્ય પરીક્ષામાં બેસવા મળે. સદર રજૂઆત અન્વયે યોગ્ય કાર્યવાહી કરવા જરૂરી સૂચના આપવા મારી આપશ્રીન વિનંતી સહ ભલામણ કરું છું.
Recent Comments