જાહેર તથા ખાનગી ક્ષેત્રના એકમોની ખાલી જગ્યાઓ અંગેની વિગતો રોજગાર કચેરી દ્વારા અનુરોધ
અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીઓના અધિનિયમ-૧૯૫૯ (ખાલી જગ્યાઓની ફરજિયાત જાણ), હેઠળની જાહેરક્ષેત્રની સરકારી, અર્ધસરકારી કચેરીઓ, માન્ય નિગમ બોર્ડ, બેંક અને ખાનગી ક્ષેત્રની કંપની, ફેક્ટરી, શૈક્ષણિક સંસ્થાઓ અને તમામ એકમોના સક્ષમ સત્તાધિકારીઓને તેમની કચેરી, સંસ્થા, કંપની, ફેકટરી, એકમો વગેરેમાં રહેલી ખાલી જગ્યાઓ અંગેની વિગતો, નિયત પત્રક ઇ.આર.-૧, આગામી તા.૩૦ જાન્યુઆરી, ૨૩ સુધીમાં રુબરુ, ટપાલ કે www.employment.gujarat.gov.in પર ઓનલાઇન ભરવાનું રહેશે.
કાયદાનો ભંગ થતાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે, તેની સંબંધકર્તાઓને નોંધ લેવાની રહેશે. આ પત્રક સંબંધિત કે અન્ય માહિતીઓ-માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના હેલ્પલાઇન નં. ૬૩૫૭ ૩૯૦ ૩૯૦, (૦૨૭૯૨) ૨૨૩૩૯૪, dee-amr@gujarat.gov.in અથવા રુબરુ સંપર્ક કરવો. ડિસેમ્બર-૨૦૨૨ને અંતે ઇ.આર.-૧ પત્રક મોકલ્યું હોય તેવા એકમોએ આ પત્રક ફરી મોકલવાનું રહેતું નથી, તેની નોંધ લેવા અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments