એક્ટ્રેસ જાહ્નવી કપૂરે સોશિયલ મીડિયા પર હાલમાં જ કેટલીક પોસ્ટ શેર કરી છે. લાખો ફેન-ફોલોઇંગ અને કિલર ફોટા સાથે, જ્હાન્વી એક લોકપ્રિય અભિનેત્રી છે. તેની તાજેતરની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. અભિનેત્રીનો બોલ્ડ લુક જાેઈ ચાહકો તેના પરથી નજર હટાવી શકતા નથી. જાહ્નવી કપૂર ટૂંક સમયમાં મોસ્ટ અવેટેડ ફિલ્મો ‘તખ્ત’ અને ‘દેવરા’માં જાેવા મળશે. હાલમાં અભિનેત્રી આ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે.
જાહ્નવી કપૂર હિન્દી સિનેમાની એવી અભિનેત્રીઓમાંની એક છે જેની સોશિયલ મીડિયા પર મજબૂત પકડ છે. પોતાના ફેશનથી ચોંકાવનારી જાહ્નવીની દરેક તસવીર મિનિટોમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે વાયરલ થાય છે. હાલમાં જાહ્નવીએ પોસ્ટ કરેલા ફોટોસમાં બ્લેક લોન્ગ સ્કર્ટ અને સ્ટ્રેપલેસ બ્રેલેટ ટોપમાં તતેણી ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. સ્મોકી આઈ, ઓપન હેર અને ન્યુડ મેકઅપમાં અભિનેત્રીની હોટનેસ અલગ છે. જાહ્નવીએ પોતાનું ફિગર ફ્લોન્ટ કરી અને પોઝ આપ્યા છે. જાહ્નવીના દરેક એક્સપ્રેશનને જાેઈને ચાહકો ઘાયલ થતાં હોય છે. તેની આ તસવીરોએ તેના ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. ફેન્સથી લઈને સેલિબ્રિટીઝ આ તસવીરોને લઈ જાહ્નવીના વખાણ કરી રહ્યા છે.
Recent Comments