સગીરાની જાતિય સતામણી કરવાના કેસમાં જાેધપુર જેલમાં આજીવન કેદની સજા ગાળી રહેલા આસારામની મંગળવારે રાત્રે તબિયત લથડતા જેલ તંત્રમાં અફરાતફરી મચી ગઈ હતી. આસારામની જાેધપુરની મધ્યસ્થ જેલમાં તબિયત લથડતાં તેમને શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત રાતે ૧૨ વાગ્યે આસારામને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોવાની તેમણે ફરિયાદ કરી હતી. જેલ વહીવટી તંત્રએ કડક સુરક્ષા વ્યવસ્થા સાથે તેમનો હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસ વેનમાં જ તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. આસારામના સમર્થકોને આ અંગે જાણ થતા હોસ્પિટલ બજાર મોટાપાયે ટોળા એકત્ર થઈ ગયા હતા.
હોસ્પિટલમાં ચાર ડોક્ટર્સની ટીમે આસારામનું ચેકઅપ કર્યું હતું. સીટી સ્કેન પણ કરાયું હતું. ત્યરાબાદ તમામ ડોક્ટર્સે આસારામને પોતાની દેખરેખ હેઠળ રાખ્યા હતા. ત્રણ કલાક સુધી ચેકઅપ કર્યા બાદ આસારામને પરત જેલમાં મોકલવામાં આવ્યા હતા. તબીબોએ કેટલીક દવાઓ પણ લખી આપી છે. હાલમાં તેમના તમામમ પેરામીટર્સની તપાસ કરી લેવામાં આવી છે. સીટી સ્કેન તેમજ અન્ય રિપોર્ટર્સ નોર્મલ છે.
Recent Comments